જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી તેમજ એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપીએ કાશ્મીરમાં અલ્પસંખ્યક હિન્દુઓને હથિયાર તથા ટ્રેનિંગ આપવાની વાત કરી છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ DGP એસ.પી.વૈદ્યે કાશ્મીરમાં અલ્પસંખ્યક હિંદુઓને હથિયાર તથા ટ્રેનિંગ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિલેજ ડીફેન્સ ફોર્મ્યુલાને પ્લાનિંગ સાથે લાગુ કરવાથી કોઈ નુકસાન નથી.
વૈધે કહ્યું હતું કે, જમ્મુના ચિનાબ ઘાટીમાં હિંદુઓને હથિયાર આપવામાં આવ્યા છે. ૯૦ના દાયકામાં હિંદુઓને પલાયન રોકવામાં મદદ મળી હતી.
જમ્મુ કાશ્મીર પોલીસના પૂર્વ ડીજીપી વૈદ્યે જણાવ્યું હતું કે, કાશ્મીર ઘાટીમાં આંતકવાદીઓ સાથે લડવા માટે નબળા મુસ્લિમોને પણ હથિયાર આપવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું પહેલો એવો વ્યક્તિ છું કે જેણે જમ્મુ કાશ્મીરમાં રહેણાંક વિસ્તારમાં પહેલીવાર વિલેજ ડીફેન્સ કમિટીની રચના કરી હતી. ઇઝરાયેલની જેમ કાશ્મીર ઘાટીમાં પણ નબળા લોકો માટે વિશેષ જોગવાઈની આવશ્યકતા છે.