સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN )માં ઐતિહાસિક મતદાન બાદ ભાંગને અંતે એક દવાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના વિશેષજ્ઞોની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણય કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ભલામણ બાદ સંયુક્ત રાષ્ટ્રા માદક પદાર્થ આયોગે તેને માદક પદાર્થની યાદીમાંથી હટાવી દીધી છે. આ પહેલા એમ કહેવામાં આવતું કે ભાંગ સ્વાસ્થ્ય પ્રમાણે ખુબ ઓછી ફાયદાકારક છે.
સંયુક્ત રાષ્ટ્રના માદક પદાર્થોની યાદીમાં હેરોઇનની ભાંગ પણ સામેલ હતી.ભાંગને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત માદક પદાર્થોની લિસ્ટમાંથી કાઢવા માટે મતદાન થયું હતું. તેમાં 27 સભ્યોએ પક્ષમાં અને 25 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. તો ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને રશિયાએ આ ફેરફારનો વિરોધ કર્યો. સંયુક્ત રાષ્ટ્રની માન્યતા બાદ તે દેશોને તેનાથી ફાયદો થશે જ્યાં પર ભાંગની દવાની માંગ વધી રહી છે.
સાથે હવે ભાંગના દવાના રૂપમાં ઉપયોગ કરવાના રિસર્ચ વધી શકે છે. મહત્વનું છે કે, ભારતમાં ભાંગનો ઉપયોગ હજારો વર્ષોથી થઈ રહ્યો છે. ભાંગનો ધાર્મિક કર્મકાંડોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં 15મી સદી ઈસાપૂર્વમાં અને ઈજિપ્ત તથા પ્રાચીન યુનાનમાં ભાંગનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવ્યો રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ માન્યતા આપ્યા બાદ હવે વધુ દેશોમાં ભાંગનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. દુનિયાભરમાં 50થી વધુ દેશોમાં ભાંગનો દવા તરીકે ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.