ઉતરી ગોળાર્ધમાં છેલ્લા બે હજાર વર્ષનો ગરમીનો રેકોડ 2023 ની ગરમીથી તૂટયો હતો આ સમય ગાળા દરમ્યાન સામાન્યથી ચાર ડીગ્રી સેલ્સીયસ વધુ તાપમાન રહ્યું હતું.
હાલમાં અલનીનોની ઘટના 2024 ની ગરમીની શરૂઆતથી જ ચાલુ રહેવાની શકયતા છે ત્યારે આ વર્ષે પણ ગરમી ફરીવાર રેકોર્ડ તોડશે
કેમ્બ્રિઝ વિશ્વ વિદ્યાલયનાં સંશોધકોએ આ દાવો કર્યો છે. સંશોધન અનુસાર 1800 ના દશકાનાં મધ્યમાં હવામાન સંબંધી રેકોર્ડ અને 9 ઉતરી સ્થળો પર વૃક્ષોની રિંગોના વિશેષણનાં આધારે તાપમાન ડેટાને જોઈને સ્થાપિત કરવામાં આવ્યુ છે.
કેમ્બ્રીજ વિશ્વ વિદ્યાલયમાં ભુગોળ વિભાગનાં પ્રોફેસર ઉલ્ફ બંટગેને જણાવ્યું હતું કે, 2023 એક અસાધારણ ગરમ વર્ષ હતું અને ત્યાં સુધી ચાલુ રહેશે જયાં સુધી આપણે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરીએ. ઉતરી ગોળાર્ધમાં તાપમાન 1.5 ડીગ્રી સેલ્સીયસ સુધી સીમીત કરનાર 2015 ના પેરીસ સમજુતીનો ભંગ કરવામાં આવી ચૂકયો છે. દ.ગોળાર્ધ જલવાયું પરિવર્તન પર અલગ પ્રતિક્રિયા આપે છે.કારણ કે તે ઉતરી ગોળાર્ધની તુલનામાં કયાંય વધુ મહાસાગરથી ઢંકાયેલો છે
મજબુત થઈ રહ્યો અલનીનો:
સંશોધકોએ જણાવ્યું હતું કે છેલ્લા 60 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના કારણે થનારા ગ્લોબલ વોર્મીંગનાં કારણે અલનીનો મજબુત થઈ રહ્યો છે. જેના કારણે ગરમી વધી રહી છે. હાલમાં અલનીનોની ઘટના 2024 ની ગરમીઓની શરૂઆત સુધી ચાલુ રહેવાની આશા છે.જેથી એ સંભાવના છે કે આ ગરમીમાં તાપમાન ફરી એકવાર રેકોર્ડ તોડશે
Suresh vadher
9712193266