કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે કેવડિયામાં ચકાચોંધ છે તો બીજી તરફ કેવડીયાથી નજીવા અંતરે આવેલાં રાજપીપળામાં વેપાર-ધંધા પર માઠી અસર થતાં વેપારીઓને હિજરત કરવાની ફરજ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે, અંકલેશ્વરથી રાજપીપળા સુધી રેલવે લાઇન નાંખવામાં આવી છે પણ કેવડીયાને રેલમાર્ગે વાયા વડોદરા સાથે જોડી દેવાતાં રાજપીપળામાં વેપાર–ધંધાને અસર પડી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે અમને ધંધો- રોજગાર વધવાની આશા હતી. રેલવેએ રાજપીપળાથી કેવડીયા સુધી લાઇન નાંખી નહી અને વાયા વડોદરા થઇ ટ્રેનો શરૂ કરી દીધી છે. જો રાજપીપળાને કેવડીયા સાથે રેલમાર્ગે જોડી આ રૂટ પર ટ્રેનો દોડાવવામાં આવે તો વેપારીઓને ફાયદો થશે. રાજપીપળા ખાતે ટ્રેન આવતી થશે તો પ્રવાસીઓ આવશે અને અમારો રોજગાર વધશે. હાલ તો રોજગાર પડી ભાંગ્યો છે અને વેપારીઓ અન્ય શહેરોમાં હીજરત કરી રહયાં છે. – કૌશલ કાપડીયા, મંત્રી, રાજપીપળા કાપડ એસોસીએશન