સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ચકચાર મચાવતો બનાવ બન્યો છે. જેમાં એક દંપતી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મહિલાનું મૃત્યું થયું છે, જ્યારે તેના પતિને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ પાટડી તાલુકાના મેરા ગામ ખાતે બન્યો છે. જ્યાં મહિલાનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિવિધ કડીઓ મેળવવાનું શરૂ કર્યું છે, તેમજ શા માટે દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો તે સવાલનો જવાબ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે.મળતી માહિતી પ્રમાણે પાટડી તાલુકાના મેરા ગામ ખાતે દંપતી પર ઘાતકી હુમલો થયો છે. જેમાં મહિલાની હત્યા કરી દેવામાં આવી છે, જ્યારે તેના પતિને સારવાર માટે મહેસાણાની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
