સમગ્ર દેશમાં કોરોના મહામારી વચ્ચે હવે લોકો નવા સામાન્ય જીવન તરફ ગળ વધી રહ્યા છે, ત્યારે ઝી ટીવીના શોએ પણ શૂટિંગ ચાલુ કરી દીધું છે અને ચેનલ ફરીથી પ્રજ્ઞા, પ્રીતા, ગુડ્ડન અને કલ્યાણીના પ્રવાસની સાથે દર્શકોને જોડી રહી છે., આ નવા એપિસોડ 13મી જુલાઈથી પ્રસારિત થવાના ચાલુ થઈ ગયા છે. લોકડાઉન પહેલા, પ્રસિદ્ધ કાલ્પનિક શો તુજસે હૈં રાબતાએ નવા વણાંકની સાથે અત્યંત મુશ્કેલ સ્થાને પહોંચ્યું છે, જ્યાંથી વાર્તા મોટો વણાંક લેશે. તો, જેવો શો ઝી ટીવી પર પાછો ફર્યો, દર્શકો તેમના ચહિતા કલ્યાણી (રીમ શૈખ), મલ્હાર (સેહબાન આઝિમ) અને ત્રિલોક (આયુષ આનંદ)ને નાના પરદા પર ફરીથી જોશે. જ્યારે દર્શકો તેમના ચહિતા સિતારાઓને ટેલિવિઝન પર ફરીથી જોડાતા અત્યંત ખુશ છે, કલાકારો માટે પણ આ એક ભાવુક જોડાણ હતું. એકબીજાને તેઓ લગભગ 100 દિવસ પછી મળ્યા હતા.
(File Pic)
રીમ, સેહબાન અને આયુષએ શૂટિંગની શરૂઆત કરી છે અને તેઓ સેટ પર પાછા ફરતા અત્યંત ઉત્સાહિત છે. ખરેખર તો, સેહબાન અને આયુષ લોકડાઉન પૂરું થયું ત્યારથી ખૂબ જ નજીક આવી ગયા છે, એટલા નજીક કે, તેના ભાઈચારાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આયુષ તેના સહ-કલાકારની સાથે ખૂબ જ વાતો કરે છે અને તેમની વચ્ચેનું સંયોજનપણ જોરદાર છે. બંને કલાકારો કલા પ્રત્યેના તેના પ્રેમને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે અને ફાઈનલ ટેક વખતે તેઓ સમજદારીથી તેમાં સુધારો પણ કરી રહ્યા છે. તાજેતરમાં જ્યારે એક પ્રેમાળ સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે બંને કલાકારોએ એકબીજાની ઉર્જાને સાંચવીને સુંદર ફાઈનલ ટેક આપ્યો હતો.
(File Pic)
શોટ પૂરા થયા બાદ, તેમને એકબીજાને હાઈ-ફાઈવ આપી અને તેમને કંઈક સિકવન્સને તોડી તે હકિકતને સ્વિકારી. એ દિવસને યાદ કરતા આયુષ જણાવે છે, “હું ખરેખર કહીશ કે, તુજસે હૈં રાબતાના શૂટિંગ દરમિયાન સેહબાનની સાથે હું અદ્દભુત ક્ષણ ધરાવું છું. તે અને હું ભાઈ જેવા છે અને મને યાદ છે, જ્યારે અમે કોઈ મુશ્કેલ સિકવન્સ પર્ફોર્મ કરતા હોય ત્યારે અમે સીનમાં સતત સુધારો કરતા રહેતા હોઈએ છીએ.
(File Pic)
ક્રિએટિવ ટીમ અને અમારા ચાર્મિંગ ડિરેક્ટર એટલા ઉદાર છે કે, તેમને એક કલાની રીતે અને અમને આ સિકવન્સ અમારી રીતે પર્ફોર્મ કરવાની પૂરતી છૂટ આપી. હું એ પણ ઉમેરીશ કે, સેહબાનની સાથે સ્ક્રીન શેર કરવીએ હંમેશા સંતોષજનક છે, કારણકે અમે બંને એકબીજાની ઉર્જા પૂરતી કરીએ છે અને તેથી જ હંમેશા કંઈક ખાસ કરીએ છીએ. હંમેશા સંતોષકારક શોટની જરૂરિયાતને પૂરી કર્યા બાદ, જ્યારે શોટ પૂરો થાય ત્યારે અમે એકબીજાને હાઈ-ફાઈવ આપીએ છીએ. મારા માટે, જે સંતોષ ઉભો થાય તેનાથી વધુ સારું બીજું કંઈ નથી. તે લાગણી મને અત્યંત ખાસ હોવાની લાગણી અપાવે છે.” ઓફ-સ્ક્રીન આટલા શ્રેષ્ઠ બોન્ડની સાથે આ બંનેને શો પર લાંબા સમય સુધી જોવું અત્યંત રસપ્રદ બની રહેશે.