હાલ ત્રણ દિવસ થી પંચમહાલ જિલ્લાના ગોધરા નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાદ્વારા મધ્યગુજરાતનો સૌથી મોટો કાર્યક્રમ બ્રહ્મા મહોત્સવ 2022 યોજાયો હતો. જેમાં ખૂબ જ મોટીસંખ્યામાં પંચમહાલ જિલ્લા સહિત આસપાસના આઠ જિલ્લાઓ ના બ્રાહ્મણોએ ભાગ લીધો હતો.ત્રિદિવસીય આ કાર્યક્રમમાં બિઝનેસ સમિટ, અપરિણીત પરિચય મેળો તથા અપરિણીત પરિચય માટેનુંડિજિટલ પોર્ટલનુ લોન્ચિંગ, બ્રાહ્મણ સંગઠન સશક્તિકરણ સહિતની પ્રવૃત્તિઓ સાથે દરરોજ રાત્રેસાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી હતી. પ્રથમ દિવસે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાંઆવ્યું,ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના આગેવાનોએ બાઇક રેલીનું માર્ગદર્શન કર્યું. પ્રદેશ ઉપાધ્યક્ષઆસિત ભટ્ટના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલો મધ્યનો બ્રહ્મ mahotsav 2022 મધ્ય ગુજરાતનો બ્રાહ્મણોનો સૌથી મોટો કાર્યક્રમ રહ્યો હતો. જેમાં પ્રથમ દિવસે વિશાળ બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભૂદેવો બાઈક તથા કાર સાથે જોડાયાહતા જેમાં સૌથી આગળ પરશુરામ ભગવાનનો રથ અને તેની પાછળ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના આગેવાનોએ બાઇક રેલીનું માર્ગદર્શન કર્યું હતું.
તેમજ પ્રથમ દિવસે રેલી સંપન્ન કર્યા બાદ લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક તેમજ એસ જી બી આર ના આગેવાનો દ્વારા કાર્યક્રમને ખુલ્લોમુકવામાં આવ્યો હતો અને તે દિવસે બીટુબી તથા બીટુસી સેગમેન્ટ ના બિઝનેસ સમિટ નો આરંભ થયોહતો. તથા દ્વિતીય દિવસે હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ની પાકી હાજરીમાં કાર્યક્રમનોશુભારંભ થયો હતો તેમજ ખૂબ જ સુચારુ રીતે અપરણિત પરિચય ડિજિટલ પોર્ટલ નું માર્ગદર્શન કરવામાંઆવ્યું હતું. તેમજ બ્રહ્મ મહોત્સવ 2022 ના તૃતીય દિવસે ધર્મ ધુરંધરોની પાંખી હાજરી એ કાર્યક્રમનેદીપાવ્યો હતો જેમાં વડતાલ ગાદી પતિ પુષ્પેન્દ્ર મહારાજ હાજર રહ્યા હતા તે સહિત અન્ય પિઠાધિપતિ એ પણ હાજરી આપીને આશિર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધર્મ ધુરંધર તેમજ આગેવાનોના હસ્તેબ્રહ્મ mahotsav 2022 ના સોવીનીયર નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ત્રણ દિવસનાકાર્યક્રમમાં દરરોજ જે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો ની રમઝટ જામી હતી જેમાં પ્રથમ દિવસે ગુજરાતી નાટકદ્વિતીય દિવસે હાસ્ય દરબાર તેમજ ત્રીજા દિવસે સજદા સિસ્ટર્સ રેખા રાવલ સાથે concert ની મજા ભૂદેવો સહિત ગોધરાની જનતાએ માણી હતી.