બોટાદના બરવાળાના રામપરા ગામે હમણા હત્યા થઇ છે. જેમાં ભત્રીજાએ સગા કાકાની હત્યા કરી નાખી છે. કાકાને ભત્રીજાએ છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. બરવાળા પોલીસે કેસ નોંધી આ અંગે તપાસ શરૂ કરી છે.બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામમાં રહેતા વિક્રમ નારસંગ અને સંજય રમેશભાઈ સંબંધમાં કાકા ભત્રીજા થાય છે. શુક્રવારે સંજયે પોતાના કાકા વિક્રમને બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ છરી વડે હુમલો કરી હત્યા કરી હતી. જેથી રામપરા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરું જેવો બનાવ સામે આવ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામે અનૈતિક સંબંધના શકના આધારે સગા ભત્રીજા દ્વારા કાકાની કરવામાં આવી કરપીણ હત્યા, છડેચોક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા, મૃતક તેમજ આરોપી એક જ પરિવારના છે. તથાઆરોપીને ઝડપવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -