કૃષિ કાયદાને લઈને ચાલી રહેલ ખેડૂત આંદોલન દિવસેન દિવસે ઉગ્ર બની રહ્યુ છે. જોકે, હવે આ આંદોલનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થતો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. આ આંદોલનને ખાલિસ્તાની સહિત ભારત વિરોધી તત્વોનું સમર્થન અંદરખાને મળી રહ્યુ છે. ત્યારે હવે ખેડૂત આંદોલનને વિદેશી હસ્તીઓએ ટ્વિટ કરીને સમર્થન આપ્યુ છે જેને લઈ ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોપસ્ટાર રિહાના, ગ્રેટા થનબર્ગ પછી પોર્ન સ્ટાર મિયા ખલિફાએ પણ ખેડૂત આંદોલન વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી.
સવાલ એ પણ ઉભો થાય છે કે જ્યાં હજી આંદોલનકારીમાંથી પણ ઘણા લોકોને ત્રણ કૃષિ કાયદાના નામ પણ નથી યાદ કે પછી એ કાયદામાં શું છે તે નથી ખબર ત્યારે વિદેશીઓઆ ભારતના આંતરીક મામલે હસ્તક્ષેપ કરીને ખેડૂત આંદોલનને સમર્થન કેમ કર્યુ. ?
“Paid actors,” huh? Quite the casting director, I hope they’re not overlooked during awards season. I stand with the farmers. #FarmersProtest pic.twitter.com/moONj03tN0
— Mia K. (@miakhalifa) February 3, 2021
તો બીજીબાજુ બોલીવુડની ઘણી હસ્તીઓએ ભારતની એક્તા અને અખંડિતતાને નુકસાન પહોંચાડનાર તત્વોને વળતો જવાબ આપતુ ટ્વિટ કર્યુ હતું અને સરકારને સમર્થન આપ્યુ હતું.
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
વિદેશી હસ્તિઓની ટિપ્પણીઓ પર ભારત સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી વિદેશી હસ્તિઓ દ્વારા ખેડૂત આંદોલન પર કરવામાં આવેલી ટિપ્પણીને બેજવાબદાર ગણાવી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ખાસ કરીને મશહૂર હસ્તિઓ વચ્ચે સનસનીખેજ સોશિયલ મીડિયા હેશટેગ, ટિપ્પણીઓનો લોભ યોગ્ય નથી. મંત્રાલયના આ ટ્વિટને રી ટ્વિટ કરી અજય દેવગણ, અક્ષય કુમાર, કૈલાસ ખેર, કંગના રણોત, સુનિલ શેટ્ટી સહિતના કલાકારોએ સમર્થન આપ્યુ હતુ અને લોકોને આંદોલનના આ સમયમાં પણ દેશની એક્તાને બનાવી રાખવા ખાસ અપીલ કરી હતી.