એક્ટર સુશાંત સિંહ રાજપૂત દુનિયાને અલવિદા કહી ચુક્યો છે. તેના પાર્થિવ દેહને મુંબઈમાં અંતિમ સંસ્કાર આપવામા આવ્યા છે. બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું છે.
(FILE PICS)
સુશાંતસિંહને પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા સુશાંત સિંહ રાજપૂતની બોડી પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. સુશાંતના પિતા સિવાય તેની બહેન અને અન્ય નજીકના લોકો સાથે કુલ મળીને 20 લોકો સ્મશાન ઘાટ પહોંચ્યા હતા આ ઉપરાંત જાણીતા કલાકારો પણ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
મુંબઈમાં વરસતા વરસાદમાં અભિનેતાને ચીરવિદાય આપવા માટે મોટી સંખ્યામાં તેના પ્રશંસકો પણ સ્મશાનઘાટ બહાર જોવા મળ્યા હતા… મહત્વનું છે કે, સુશાંતસિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર પહેલા તેના મૃતદેહનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ પહેલા જ કોરોના ટેસ્ટ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા..
જોકે, સુશાંતસિંહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે, હાલમાં કોરોનાના વધતાં સંક્રમણને કારણે મોત બાદ દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.
મુંબઈની કૂપર હૉસ્પિટલમાં તેમના મૃતદેહને રવિવાર સાંજે 4 વાગ્યે લાવવામાં આવ્યો. મોડી રાત્રે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. રિપોર્ટમાં મોતનું કારણ ગળે ફાંસો ખાવાનું સામે આવ્યું છે. એટલે કે તેઓએ ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે, ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.