બોલિવુડનો ચોકલેટી બોય કાર્તિક આર્યન પર અત્યાર મોટા બેનરની ફિલ્મ કરી રહ્યો છે…..પ્યાર કા પંચનામા’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર કાર્તિક આર્યને પોતાનો વધતો ગ્રાફ જોઈને ફી વધારવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્તિકે પોતાની ફી 7 કરોડ રૂપિયા કરવાનો વિચાર કરી રહ્યો છે. હાલ તો તે તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’, ‘લવ આજકલ 2’ અને ‘દોસ્તાના 2’માં વ્યસ્ત છે.તેની સાથે કાર્તિકની ફિલ્મ પતિ, પત્ની ઔર વો 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે……..
એક સૂત્રએ જણાવ્યું કે કાર્તિક હવેથી એક ફિલ્મની ફી 7 કરોડ રૂપિયા લેવા માટે વિચારી રહ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર એક્ટર સ્યોર છે કે ફિલ્મમેકર તેના પર પૈસા ખર્ચવામાં વિચારશે નહીં…………
રિપોર્ટ મુજબ પાછળ બે વર્ષોમાં તેની પોપ્યુલારિટી ઘણી વધી ગઈ છે. અત્યારે એવો સમય છે જ્યાં ઓડિયન્સ થિયેટરમાં તેને જોવા માટે પહોંચી રહી છે. ખાસ વાત તો એ છે કે શરૂઆતના સમયમાં ‘કાંચી’, ‘આકાશવાણી’ જેવી ફિલ્મો ફ્લોપ થયા બાદ પણ કાર્તિકને ઘણા મોટા પ્રોજેક્ટ પોતાના નામ પર કરવામાં સફળતા મળી છે.