દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીની ઝપેટમાં જાણીતી હસ્તીઓ પણ આવી રહી છે. બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન તેમજ એશ્વર્યા રાય બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ત્યારે બોલીવુડના જાણીતા અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં અચાનક તકલીફ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
(File Pic)
શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાની આશંકાના પગલે તેમનો કોરોનાનો ટેસ્ટ પણ કરાવાયો હતો. જોકે, તે નેગેટિવ આવ્યો છે. હાલ અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બોલીવુડ અભિનેતા સંજય દત્તને મોડી રાતે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જો કે તેને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પણ નેગેટિવ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અભિનેતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગેની જાણકારી પણ આપવામાં આ હતી.