વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવરાત્રીની ધૂમ ચરમસીમા પર છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. જોકે, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં રવિવારે રાત્રે ગરબાની રમઝટ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પારડીના ગોઈમા ગામમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમના નોરતે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા હતા. આ સમયે એક ગરબા રમી રહેલા એક યુવકની સોનાની ચેન તૂટી હતી. જે બાદમાં બે યુવકો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા બંને યુવકોનાં મિત્રો પણ સામસામે આવી ગયા હતા. બે જૂથ સામસામે આવી જતા ચાલુ ગરબામાં જ દોડધામ થઈ હતી. ગરબાની રમઝટ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા લોકો દંગ રહી ગયા હતા. બંને જૂથ વચ્ચે ગરબામાં છૂટાહાથની મારામારી થઈ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -