ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોમાં તાલાવેલી જોવા મળી રહી છે. આવતી કાલે જાહેર થનારા પરિણામો પર સૌ કોઈની નજર રહેલી છે, એવામા BTPના MLAએ ભાજપ પર આક્ષેપ કર્યા છે જેને લઈ રાજકારણ ગરમાયું છે.
BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. છોટુ વસાવાએ કહ્યું કે ભાજપે મત મેળવવા માટે દારૂ વહેંચ્યો અને બોગસ મતદાન પણ કરાવ્યું છે. વસાવાએ આક્ષેપ કર્યો કે, ભાજપે જીત માટે પોલીસ તંત્રને કામે લગાડ્યું હતું. તંત્રનો ઉપયોગ કરી જીતવાવાળી પહેલી પાર્ટી ભાજપ છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપને જીતાડવા આખુ કોંગ્રેસ લાઇનમાં છે. ભાજપ-કોંગ્રેસ બંન્ને પાર્ટી સમર્થનને લાયક નથી. આ સાથે જ છોટુ વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે મનસુખ વસાવા બોગસ મતદાનના લીધે જીત મેળવે છે.
ગુજરાતની 231 તા.પંની ચૂંટણીમાં કુલ 12,265 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 4652, કોંગ્રેસના 4594 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે BSP-255, NCP-61 અને AAPના 1067 ઉમેદવારો મેદાને છે. તો અન્ય પક્ષોના 462 અને 1139 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.