ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સ્વાસ્થ્યને લઈ મહત્વના અહેવાલ સામે આવ્યા છે. થોડા દિવસો અગાઉ કોરોનાની ઝપેટમાં આવેલા સીઆર પાટીલનો મંગળવારે રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. પાટીલનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમના પ્રશંસકોએ તેમજ ભાજપ કાર્યકર્તાઓએ હાશકારો અનુભવ્યો છે.
મળતી માહિતી મુજબ, સીઆર પાટીલનો આરટી-પીસીઆર કોરોના રિપોર્ટ નેગેટેવી આવ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ કોરોના મુક્ત થતાં તેમને આવતીકાલ એટલે કે બુધવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. સીઆર પાટિલે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ‘મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે. પાટીલે ટ્વિટ મારફતે તેમના સમર્થકોનો પણ પોતાના સ્વાસ્થ્ય માટે કરેલી શુભકામના બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ અત્યાર સુધી તેમના ત્રણ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સોમવારે પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે મંગળવારે તેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી સામે આવી છે.