અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાલિકાના ભાજપના નેતાઓ આમને સામને આવ્યા હતા. સાવરકુંડલાપાલિકાના પૂર્વપ્રમુખ, અને પાલિકાના સત્તાધીશ ઉપપ્રમુખ જોડે જાહેરમાં બબાલ થતો વીડિયો વાયરલથયો છે. સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અને પાલિકાના સત્તાધીશ પ્રમુખપતિ સાથે જાહેરમાં ઉગ્રચાલીબોલાચાલી થતો વીડિયો વાયરલ થયો છે. થોડા દિવસો પહેલા રોડ રસ્તા મુદ્દે પાલિકાના સત્તાધીશઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને પાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે.પટેલ સામે કોન્ટ્રાકટર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પાલિકાના રોડ રસ્તાના કામોમાં ગેરરીતિ કરતા હોવાનું કહી ભાજપના નેતાઓએકોન્ટ્રાકટરને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. એ સમયે પાલિકા પ્રમુખ પતિ રાજુ દોશીઅને શહેર ભાજપ પ્રમુખ પ્રવીણ સાવજ ઘટનાસ્થળે પહોંચેલા હતા. એ ઘટનાના 5-6 દિવસ બાદસોસીયલ મીડિયામાં જાહેરમાં ઉગ્ર બોલાચાલી થતો વીડિયો વાયરલ થયો છે. ભાજપના બે જૂથો વચ્ચેનીઆંતરિક લડાઈ જાહેરમાં આવીને સોસીયલ મીડિયામાં છવાઈ જવા પામી છે. વિધાનસભાની ચૂંટણી અગાઈ જ સાવરકુંડલામાં ભાજપના બે જૂથોની આંતરિક લડાઈ આવી જાહેરમાં.