ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો કોરોનાથી બચવા માટે અત્યારે માસ્ક પહેરવું તેમજ હાથને વારંવાર ધોવા એ વધુ હિતાવહ માનવામાં આવે છે.
તો રાજ્યના કેટલાક ભાગોમાં સેનિટાઈઝિંગ મશીનો પણ મુકવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ બાપુનગર વોર્ડના ભાજપના અગ્રણી પરેશભાઈ લાખાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોને સેનિટાઈઝેશન કરાવ્યા હતા.
પરેશભાઈ લાખાણી દ્વારા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં પોતાના જન્મદિવસ નિમિત્તે આ અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ હતું. આ કામગીરીમાં ભાજપના કાર્યકરમો પણ જોડાયા હતા.