માનગઢધામ ખાતે સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર અને ગાયત્રી પરિવાર સંતરામપુર દ્વારા ૧૯૧૩ માનગઢ ક્રાંતિના મહાનાયક, આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરુજી તથા આદિવાસી સ્વાધીનતા સંગ્રામના ૧૫૦૭ આદિવાસી શહીદ વીરોને પૂજા-અર્ચના કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.ગુજરાત- રાજસ્થાન – મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું માનગઢ ધામ ગોવિંદ ગુરૂની ધૂણી અને ઐતિહાસિક તથા આદિવાસી સ્વાધિનતા- સ્વતંત્રતા આંદોલનના આધ્ય પ્રણેતા ગોવિંદ ગુરૂ ની કર્મભૂમિ અને તપોભૂમિ માનગઢ હિલ છે.માનગઢ ધામ ખાતે ૧૭મી નવેમ્બરે આદિવાસી મહાનાયક બિરસામુંડાની જન્મજયંતિના ઉપલક્ષમાં સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોરે બલિદાન દિવસ શ્રધ્ધાંજલી કાર્યક્રમ નિમિત્તે મહાનુભાવોએ શહિદ વીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.માનસિંહ રાજાના નામ પરથી આ સ્થળનું નામ માનગઢ પડ્યું છે. ગોવિંદ ગુરૂ એ સમાજ સુધારણાના અનેક કાર્યો સાથે અંગ્રેજો સામે જંગ છેડ્યો હતો. જલીયાવાલા બાગ કરતા પણ મોટો સ્વાતંત્ર્ય સંગ્રામ આ ધરતી પર થયો હતો એ સમયે ૧૫૦૭ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ શહિદ થયા હતા.