સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે મુંગા પશુ,પક્ષીઓ જીવદયા પ્રેમીઓ પણ આગળ આવ્યા છે.
તેવામાં પાટણ શહેરમાં લોકોને જમ્યા બાદ જમવાનું વધે તે રોટલી નાખી ના દઈને જીવ દયાપ્રેમીઓને આપવામાં આવે છે. જેથી જીવદયા પ્રેમીઓ દ્વારા આ રોટલી તેમજ અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ અબોલા પશુઓ સુધી પહોંચાડી શકે.
તેમજ પક્ષીઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા માટીના કુંડા પણ નિઃશુલ્ક મેળવવા જીવ દયાપ્રેમીઓનો સંપર્ક કરવા માટે જીવદયાના બંટીભાઈએ જણાવ્યું હતું. આમ, પાટણમાં એક અનોખી પહલ કરવામાં આવી હતી. પાટણનાં રહેવાસીઓએ મૂંગા અને ભૂખ્યા પશુ પક્ષીનો વિચાર કર્યો અને તેમને જમવાનું પહોચાડવાની શરૂઆત કરી હતી.