પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી ખાતેથી બાઇકની ચોરી થતાં ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્રઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ. હાલોલ નગર ના 101 કોલોની ખાતે રહેતા મહમંદ મુખત્યાર શેખપોતાની બાઇક લઇ હાલોલ જીઆઈડીસી ખાતે આવેલ સહયોગ કપંની પાછળ બનેલ રાત્રિના સુમારે પોતાની નવી બાઈક લઈને ગયા હતા જ્યાં તેઓએ પોતાની બાઇક કંપનીની બહાર પાર્ક કરી કંપનીમાંજઈ 10 થી 15 મિનિટના સમયગાળામાં બહાર આવતા બહાર આવીને કંપની પાસે પાર્ક કરેલી પોતાની બાઇક જોવા ન મળતા આસપાસ તપાસ હાથ ધરી હતી
.જેમાં લાંબી શોધખોળ બાદ બાઇક નો કોઈ પત્તોન લાગતા નવીન બનેલ પોતાની કંપનીના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા કંપનીની બહાર મૂકેલબાઇકની ઉઠાંતરી ત્રણ ઈસમો કરતા તસ્કર સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ જવા પામ્યા હતા જેમાંબાઈક ચોરીના બનાવ અંગે મહંમદ મુખ્ત્યાર શેખે હાલોલ ટાઉન પોલીસ મથકે લેખીત અરજી આપતાઅને સીસીટીવી ફૂટેજ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચોરને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે જેમાં કંપનીની અંદર જઈ બહાર આવવાના બાઈક માલિકના માત્ર 15 મિનિટ જેટલા જસમય ગાળામાં બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઇ જવા પામતા જીઆઈડીસી વિસ્તારમા કંપનીઓમાં વાહનો લઈને નોકરીએ જતા લોકોમાં ચકચાર સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.