બિહાર ચૂંટણીમાં પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરનારા લંડન રિટર્ન પુષ્પમ પ્રિયા ચૌધરી સુપર ફ્લોપ સાબિત થયાં છે. પ્લુરલ્સ પાર્ટીની સ્થાપના કરી ચૂંટણી મેદાનમાં ઝંપલાવનારા પુષ્ટમ પ્રિયા 2-2 વિધાનસભા બેઠકો- બાંકીપુર અને બિસ્ફી પરથી મેદાનમાં હતાં.
પરંતુ, બંને બેઠકો પર તે ટક્કર આપવાનું તો દૂર રહ્યું, પોતાની છાપ છોડવામાં પણ નિષ્ફળ રહ્યાં છે. લંડનમાંથી અભ્યાસ કરનારા પુષ્પમ પ્રિયા બિહારના રાજકારણને બદલવાની વાત કરી રહ્યાં હતાં. તેઓ 2023 સુધીમાં બિહારને યુરોપ બનાવવાનો દાવો કરી રહ્યાં હતાં.
પુષ્પમ પ્રિયા ચૌધરીની હાર થઇ છે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પરના ડેટા મુજબ, પુષ્પમ પ્રિયા ચૌધરીને 2260 મત મળ્યા છે. અહીંથી ભાજપના ધારાસભ્ય નિતિન નબીન 37,516 મત મળ્યા છે. શોટગન અને બિહારી બાબુના નામથી જાણીતા કોંગ્રેસના નેતા શત્રુધ્ન સિંહાના પુત્ર લવ સિંહા આ બેઠક પરથી રાજકીય ડેબ્યૂ કરી રહ્યા છે. તેમને માત્ર 17,903 મત મળ્યા છે.