બિગ બોસ 17ના ઘરમાં આ દિવસોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે આયેશા ખાને મુનવ્વર ફારુકીને લઈને એવો ધડાકો કર્યો છે, જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
નવ વર્ષની ઉંમરે છેડતી થઈ હતી
બિગ બોસ 17ના છેલ્લા એપિસોડમાં આયેશા ખાન અંકિતા લોખંડે અને ઈશા માલવીયા સાથે વાત કરતી જોવા મળે છે. આ દરમિયાન આયેશા ભાવુક અને ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહી છે. આયેશાએ ઘણા મોટા દાવા કર્યા છે. આયેશાએ જણાવ્યું કે માત્ર નવ વર્ષની ઉંમરે તેની છેડતી થઈ હતી. આટલું જ નહીં, આયેશાનો દાવો છે કે મુનવ્વર ફારુકીએ તેનો સેક્સ માટે ‘ઉપયોગ’ કર્યો હતો. આયેશાએ કહ્યું કે મુનવ્વરે શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે તેને પ્રેમ કરે છે અને સંબંધને આગળ લઈ જઈ તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેણે રાતોરાત તેનો ઈરાદો બદલી નાખ્યો. આ પછી તેણે રાષ્ટ્રીય ટેલિવિઝન પર પોતાનું નિવેદન બદલ્યું અને કહ્યું કે તે હવે તેની સાથે સંબંધમાં રહેવા માંગતો નથી.
#AyeshaKhan𓃟 went through a lot when she was kid she was harassed Shame on Munwar they way he through her under the bus over WKV #bb17 TV celebrity only has sympathy for losers MUNUWAR pic.twitter.com/PFtXuRCw1Q
— samy⚡️⚡️ (@samyneelam) January 11, 2024