દેશને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દરેક સમ્ભવ પગલા ઉઠાવી રહી છે. ભારતને પોતાના દમ પર દુનિયાની સમક્ષ સ્થાપિત કરવા માટે મોદી સરકાર મહત્વના નિર્ણય કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે રક્ષા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 74 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. રક્ષા ક્ષેત્રમાં સરકારે 49 ટકામાંથી એફડીઆઈને વધારીને 74 ટકા કરી દીધી છે.
સુત્રોના જણાવ્યા મુજબ, આ FDI સંબંધિત બિલ 14 સપ્ટેમ્બરથી શરૂ થતાં ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ વધારવાનો નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જેને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. ગત મહિને 27 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન સંબંધિત સ્વનિર્ભર ભારત સંમેલનમાં પણ આ અંગે ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર ભારત સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.. પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ માટેના દરવાજા ખોલવા અને 74 ટકા એફડીઆઈને મંજૂરી આપવી નવા ભારતનો વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રાલયે થોડા દિવસ અગાઉ 101 વિદેશી રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો.