19 જૂને યોજાનાર રાજ્યસભાની ચુંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ત્યારે ગુજરાતમાં તોડજોડનું રાજકારણ જોવા મળી રહ્યું છે. રાજ્યસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.19મી જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે.
અગાઉ પણ ચાર ધારાસભ્યો રાજીનામાં આપ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે મોટા ઝટકાસમાન સમાચાર સામે આવ્યા છે. વડોદરાના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે આ પહેલા ગઢડાના MLA પદેથી પ્રવીણ મારુએ રાજીનામું આપ્યુ છે. લીંબડીના MLA પદેથી સોમાભાઈ પટેલ રાજીનામું આપ્યું છે જ્યારે ધારીના MLA પદેથી જે વી કાકડિયા અને અબડાસાના MLA પદેથી રાજીનામું પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યુ છે. મહત્વનું છે કે, કોરોનાને કારણે મુલતવી રખાયેલી ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી 19 જૂને થવાની છે.