તારીખ 12 -10- 2019 ના શનિવારે ભુજ વિસ્તારના જુના રેલવે સ્ટેશન પાસે એક જોગી પરિવારની આઠ વર્ષની મજુરી કામ કરતાં પરિવારની બાળકી ઉપર રેપ કરવામાં આવ્યો હતો. તેવી વાત આવેદનપત્રમાં કરવામાં આવી છે અને આ મજૂરી કામ કરતા પરિવાર ઉપર આફત તૂટી પડતાં સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. પરપ્રાંતીય વાસણ વેચનાર ફેરિયાઓએ બાળાની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દુષ્કર્મ આચર્યું છે. આ સમયે તેનો નાનો ભાઈ આવી જતાં આ નરાધમોએ તેને માર મારી બાંધી રાખી ઘરમાં પુરીને નાસી ગયા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આજે જ્ઞાતિના પરિવારજનોએ કલેક્ટર પાસે રજૂઆત કરી અને બાળકીને ન્યાય અપાવવા માટે વાત કરી હતી. સરકારના નિયમ મુજબ આર્થિક સહાય કરવા માટે રજૂઆત થઇ હતી. કલેકટરએ જણાવ્યું હતું કે કાયદાકીય જે કાર્યવાહી કરવાની થશે તે ચોક્કસ કરાશે એવું આશ્વાસન આપ્યું હતું. આજે મોટી સંખ્યામાં સમાજના સદસ્યો કલેક્ટર કચેરીમાં ભેગા થયા હતા અને ગુનેગારોને ફાંસી કરવામાં આવે તેવા સૂત્રો પોકાર્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી ભુજની જી.કે જનરલ હોસ્પિટલ સામે પણ જ્ઞાતિના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -