અરવલ્લીમાં એક ખેડૂત પર વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે કારણ કે ખેડૂતે પાકના રક્ષણ માટે ખેતરના ફરતે તારની વાડ કરાવી હતી જે વીજ સંચાલિત પ્રવાહ પસાર થતો હતો. અને તેને અડવાના કારણે 2 નીલ ગાયોના મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલાના ભિલોડા તાલુકાના વન્ય વિસ્તારની આસપાસના ખેતરોમાં નીલ ગાય અને રોઝનો ત્રાસ વધ્યો છે. જેના પગલે ખેડૂતો ખેતરોમાં પાકના રક્ષણ માટે વીજતારની વાડનો ઉપયોગ કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સિલાસણ ગામમાં એક ખેડૂતના ખેતરની નજીક વીજકરંટ લાગવાથી બે નીલ ગાયના મોત નીપજ્યા હતા. જેને પગલે હવે વનવિભાગ આ ખેડૂત પર કાર્યવાહી કરશે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી. જણાવી દઈએ કે આ ખેડૂતે પાકના રક્ષણ માટે પોતાના ખેતરની બોર્ડર પર વીજ સંચાલિત તારબંધી કરી હતી અને ખોરાકની શોધમાં અહીં આવેલી નીલ ગાયો આ તારને અડકી હતી અને દરમિયાન બંને નીલ ગાયોનું મોત નીપજ્યું હતું.