વલભીપુર તાલુકનાં અંતરીયાળ આવેલ પીપળ ગામે આજરોજ બપોરનાં સમયે કેરી નદીમાં કપડા ધોવા ગયેલા માતા સાથે સાસરેથી આવેલ દીકરી અને 10 વર્ષનો પુત્ર પણ ગયેલો તે સમયે બનેલ આ ઘટનામાં સગા ભાઇ-બહેનનાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજેલ છે. આ કરૂણ ઘટના અંગે મળતી માહિતી મુજબ પીપળ ગામે રહેતા દેવીપૂજક પરિવારનાં સુંદરબેન કાળુભાઇ પટેલીયા અને સાસરેથી આવેલ પિયર આવેલી તેની દિકરી ચારોલીયા જયોતિબેન કિશનભાઇ અને પુત્ર પ્રેમ કાળુભાઇ પટેલીયા બપોરનાં સમયે કપડા ધોવા માટે કેરી નદી એ ગયેલા તે સમયે 10 વર્ષનો પ્રેમ નદીમાં ન્હાતો હતો અને એકાએક ઉંડાપાણીમાં ગરકાવ થતા ડુબવા લાગ્યો હતો તેને જોઇ ને તેની બહેન જયોતી એ પણ ભાઇ ને બચાવવા માટે પાણીમાં છલાંગ મારી તો પણ પાણી ઉંડુ હેાવાથી ડુબવા લાગી આ દ્રશ્ય જોઇ તેના સંતાનોને બચાવવા માટે પાણીમાં કુદી અને તે પણ ડુબવા લાગતા નદી નજીક કામ કરતા ગામનાં યુવાનો એ કેરી નદીમાં પડી આ ત્રણેયને બહાર કાઢી વલભીપુર ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલ પરંતુ સારવાર મળે તે પહેલા ભાઇ-બહેનનાં મૃત્યુ થયા હતાં અને માતા નો બચાવ થયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -