આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા અંકલેશ્વરના કાપોદ્રા થી નીકળી ભરૂચ આવી પહોંચતા તેનુંસ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક લોકોના પ્રશ્નોને વાચા આપવામાટે આમ આદમી પાર્ટી દ્વારા છ સ્થળોએથી પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉમરગામથી આપના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં નીકળી હતી
જે યાત્રાવિવિધ સ્થળોએ ફરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાદ ભરૂચમાં પ્રવેશ કરી ભરૂચના ઝાડેશ્વર ચોકડી, સાઈ મંદિર. જ્યોતિનગર સર્કલ કસક સર્કલ. રેલ્વે સ્ટેશન. પાંચ બત્તી તેમજ મહમદપુરા સર્કલ બાયપાસ ચોકડી, તેમજ ભરૂચના જુદા જુદાવિસ્તારોમાં થઈને મકતમપુર ગામમાં સમાપન થયુ હતું. આ યાત્રા માં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહા મંત્રી. રાકેશભાઈહિરપરા nc મેમ્બર, સંગઠન મંત્રી રામભાઈ ધડુક જિલ્લા પ્રમુખ જયરાજ સિંહ આમોદ તાલુકા યુવા પ્રમુખ રંગુની જાકીર. તેમજ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..