ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આવેલ સાઈન સ્પા નામની દુકાનમાં ચાલતા દેહવ્યાપારનોભરૂચની એ ડીવીઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના એ ડિવિઝનના પી.આઈ એ કે ભરવાડનીસૂચના અનુસાર દેહ વ્યાપાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓને સમાજમાંથી નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હોય જેઆધારે બાતમી મળેલ કે લિંક રોડ ઉપર આવેલ સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટર નામની દુકાનમાં સ્પાની આડમાં બહારથી યુવતીઓ મંગાવી દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો છે.
જે બાતમીના આધારે ખાનગી વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી ગ્રાહક તરીકેતૈયાર કરી સાઇન સ્પામાં ગ્રાહક તરીકે મોકલવામાં આવતા ખાતરી કરતાં ખરેખર અહીં દેહ વ્યાપાર ચાલતો હોવાનું જાણવામળેલ આથી લિંક રોડ ઉપર સિલ્વર સ્ક્વેર સેન્ટરમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડતાં દેહવ્યાપારના ધંધામાં સાથે સંકળાયેલચાર યુવતીઓ અને દેહવ્યાપારનો ધંધો ચલાવતો પંકજ નગીનભાઈ પરમાર તથા ત્રણ ગ્રાહકો વિરેન્દ્રસિંહ સરદારજી માત્રોજા,સોયેબ યુસુફ મોહમ્મદ પઠાણ, ઈરફાન જમાલ મહંમદ નાઓને પોલીસે રેડ દરમિયાન ઝડપી લઇ જરૂરી પુરાવાઓ એકત્ર કરીકાઉન્ટર પરથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત રૂપિયા 40,400 નાં મુદ્દામાલ સાથે દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…