પરિવારથી વિખુટા પડેલા પરપ્રાંતીય યુવાન ને નબીપુર પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું, પરિવારે ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ મા હતો ત્યારે ને.હા.48 પરથી પસાર થઈરહયા હતા તે વખતે તેમને નબીપુર અને અસુરીયા ની વચ્ચે રોડની બાજુમાં ખેતરમાં કોઈ અજાણી વ્યક્તિ સૂતેલી હાલતમાંજણાતા પોલીસે નજીક જઇ તપાસ કરતા વ્યક્તિને જગાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અર્પણ કહ્યું હતું અને ઉંમર આશરે 36 વર્ષ હતી. નબીપુર પોલીસ તેને નબીપુર પોલીસ સ્ટેશનમાં લાવી વધુ પૂછપરછ કરતા તે હરિયાણા રાજ્યનો હોવાનું અને પોતાના પરિવારથી વિખૂટો પડી ગયો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેના ઘરની માહિતી અને ફોન નંબર લઇ તેના પરિવાર સાથે વાત કરી તે માહિતી સાચી હોવાનું માલુમ પડતા તેના પરિવારને નબીપુર પોલીસ મથકે બોલાવી પરિવાર જનોને સુપરત કર્યોહતો. આ અંગે તેના પરિવાર જનોએ ગુજરાત રાજ્ય પોલીસ અને નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.કે.જાડેજા અને સમસ્ત પોલીસ સ્ટાફનો આભાર માની ગડગડ થઈ ગયા હતા. આ સમયે પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા…