ભરુચના દહેજ ભારત રસાયણ બ્લાસ્ટમાં બે મૃતક કામદારોના પરિજનોનો મૃતદેહ સ્વિકારવાના ઈન્કાર બાદ કંપનીએ રૂ. 25લાખ વળતર જાહેર કર્યું… દહેજની ભારત રસાયણ કંપનીમાં મંગળવારે બપોરે 3 કલાકના અરસામાં બ્લાસ્ટ અને ફાયરનીઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઘવાયેલા કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે. બે હતભાગીકામદારોના મોતમાં ગુરુવારે પરિજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા કંપની સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી.સ્વજનને ગુમાવવાનું દુઃખ વચ્ચે વળતરનો વિવાદ કલાકો સુધી ચાલ્યો હતો. બુધવારે કંપની દ્વારા મૃતકના પરિજનોને ₹15 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
જો કે વળતરને લઈ વિવાદ થતા ભારત રસાયણ કંપનીએ વળતર વધારીમૃતકના પરિવાર દીઠ ₹ 25 લાખ આપવાનું જાહેર કર્યું છે. સાથે જ ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારનો ખર્ચ વહન કરવા અનેપગાર ચાલુ રાખવાની પણ ખાતરી અપાઈ છે. ઘટનાને 48 કલાકનો સમય થઈ ગયો છે. જેમાં 17 કામદારોને ઓછી વત્તીઇજાઓને લઈ સ્વસ્થ થતા રજા અપાઈ છે. જ્યારે હજી પણ ICU માં 4 વધુ ઘવાયેલા કર્મચારી સહિત કુલ 17 કામદારો સારવારહેઠળ છે. ઉલ્લેખનીય છે કે, દહેજની ભારત રસાયનમાં ગત મંગળવારે બપોરે સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડની ઉત્પાદન પ્રક્રિયા વેળા અચાનક બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી…