મુસ્લિમ સમાજના અતિ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા મુસ્લિમ સમાજના લોકોદ્વારા ભરૂચના પાલેજ પંથકમાં ઈદુલ ફીત્રની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ઇદુલફિત્રની શાનદાર ઉજવણી કરાઇ હતી. અબાલ વૃદ્ધો થી લઈ નાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવામળ્યો હતો.મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલેકે ઇદુલ્ફીત્ર પર્વ જે પવિત્ર રમજાન માસના આખા મહિનાનારોજા સાથે હર્ષ રૂપે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારો સહિત નબીપુરમાં ઈદ પર્વની ખૂબજ શાનદાર ઉજવણી કરાઈ હતી.મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ નગરની વિવિધ મસ્જિદોમાં અદા કરી હતી.
પાલેજ સ્થિત મક્કા મસ્જિદ માં ચિશ્તીયા નગર સ્થિત હજરતસૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હજરત સૈયદ ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે વિશેષ ઉપસ્થિત રહ્યાહતા. ઇદની નમાઝ બાદ તેઓએ સૌ ને ઇદની મુબારકબાદી પાઠવી હતી.મક્કા મસ્જિદના ખતિબો ઇમામમૌલાના મોહમ્મદ અશરફી એ દેશ અને દુનિયામાં અમન શાંતિ કાયમ રહે તે માટે વિશેષ દુઆ ગુજારીહતી.ઈદ ની નમાઝ પછી સૌએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.