છેલ્લા બે વર્ષના વિશ્વવ્યાપી કોરોનાના કપરા કાળમાં સૌએ તેના માઠા પરિણામો ભોગવ્યા છે. કોરોનાની અસર બેંકની કામગીરીઉપર પણ પડી છે. પરંતુ ખેડૂતો અને થાપણદારોના સાથ અને સહકારથી આપણે ઉભા થઇ ફરી વિકાસની દિશામાં આગે કૂચ કરીરહ્યા છે તેમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ બેંકના સભાખંડમાં યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાંસભાસદોને સંબોધતા કહ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ૧૧૫મી વાર્ષિક સાધારણ સભા બેંકના સભાખંડમાં ચેરમેનઅરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં બેંકના વાઇસ ચેરમેન કરશનભાઇ પટેલ, મેનેજીંગ ડિરેકટર અજયસિંહરણા, ડિરેકટર અને ગુજકોમસોલના ચંદ્રકાંતભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો અને સહકારી આગેવાનો તથા સભાસદોની હાજરીમાં બેંકના વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા.
સાધારણ સભામાં ચેરમેન અરુણસિંહ રણાએ બેંકના વિકાસ વિશે વાત કરતા કહ્યું હતુંકે કોરોના કાળના કારણે વર્ષ ૨૦૨૦-૨૧ માં બેંકનો નફો માત્ર માત્ર રૂપિયા ૭૬ લાખ હતો જ્યારે ૨૦૨૧-૨૨ માં ૩.૩૯કરોડ ચોખ્ખો નફો થયો છે એટલે ચાલુ વર્ષે ૧૫ ટકા ડિવિડન્ડ અને કર્મચારીઓને એક પગાર બોનસમાં આપવાની જોગવાઈ કરીછે. બેંકનો ચિતાર આપતા તેમણે કહ્યું હતું કે બેંકમાં ૨૦૨૨માં ૧૨૦૦ બાવન કરોડની ડિપોઝીટ છે જે બેંકની વિશ્વસનીયતાનુંપ્રમાણપત્ર છે. થાપણોની સુરક્ષા માટે પોણા બે કરોડ રૂપિયાનું વીમા પ્રીમિયમ બેન્ક ચૂકવે છે. બેંકની આર્થિક સ્થિતિનો ચિતારઆપતા ચેરમેને જણાવ્યું હતું કે આજે બેંકનું શેરભંડોળ ૬.૮૧ કરોડ, રિઝર્વ અને અન્ય ફન્ડો ૧૮૧ કરોડ, ધિરણો ૬.૬૮ કરોડ છે. એન.પી.એ. અને કેસીસી ધિરાણની વસુલાત અંદાઝે ૧૧.૩૦ કરોડ છે.