જમીન સંપાદન વળતર બાબતે ખેડૂતો નારાજ, વળતરની રકમ ઓછી હોવાની રજૂઆત કરાઈ, ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએખેડૂતો પહોંચી વળતરના એવોર્ડની કરી હોળી, ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ વડોદરા-મુંબઈએક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન જમીન સંપાદિતમાં વળતરને લઇ કલેકટરનેઆવેદન પત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેકટર કચેરીખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના ખેડૂત આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનાઓમાં જમીનો સંપાદિત કરવામાં આવી છે
આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા – મુંબઈએક્સપ્રેસ વેમાં જમીનસંપાદન અધિનિયમ 2013ની કલમ 26(2) મુજબ વળતર ચુકવાયું છે અને ત્યાર બાદ જ ખેડૂતોનેજમીનનો કબ્જો સુપ્રત કર્યો છે જે યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર ન આપી આશ્વાસન જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને જો વહેલી તકે વળતર નહિ ચૂકવાય તો જેરીતેમાંગરોળ તાલુકાના ખેડૂતોએ કામગીરી અટકાવી તે જ રીતે કામગીરી અટકાવવાની ચીમકીઉચ્ચારવામા આવી છે.અને જમીન સંપાદનના એવોડની હોળી કરી માંગણી સ્વીકારવા માંગ કરી છે…