ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમા વેચાણ કરવાના ઇરાદે સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશીદારુ ઝડપાયો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસની ટીમ ધારોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતીતે દરમિયાન બાતમી મળી હતી કે બોરીપીઠા ગામની સીમમાં આવેલ રાજેશભાઇ વસાવાના ખેતરમાં બનાવેલ ઘાસચારામાંઝોકલા ગામના સંજયભાઇ તલસીભાઇ વસાવાએ પરપ્રાંતિય ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ છે.
પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં હાજર એક ઇસમ પોલીસને જોઇને ઝાડી ઝાંખરામાંથઇને ભાગી ગયો હતો. ભાગી ગયેલો ઇસમ ઝોકલા ગામનો સંજયભાઇ તલસીભાઇ વસાવા હોવાની જાણ થઇ હતી. પોલીસેખેતરમાં તપાસ કરતા કાપડના થેલામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુની રુ.૨૫,૩૦૦ ની કિંમતની કુલ ૨૫૩બોટલો મળી આવી હતી. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો કબજે લીધો હતો. ઝઘડીયા પોલીસે ભાગી ગયેલા સંજયભાઇ તલસીભાઇ વસાવા રહે.ગામ ઝોકલા,તા.વાલિયા,જિ.ભરુચના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી…