આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા વાગરામાં આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાતરાજ્યમાં છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છસ્થળોએથી પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉમરગામથી આપના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને યાત્રાવિવિધ સ્થળોએ ફરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બાદ ભરૂચમાં પ્રવેશ કરી ભરૂચના ઝાડેશ્વર ચોકડી, સાઈ મંદિર. જ્યોતિ નગર સર્કલ કસક સર્કલ. રેલ્વે સ્ટેશન. પાંચ બત્તી તેમજ મહમદપુરા સર્કલ બાયપાસ ચોકડી, તેમજ ભરૂચના જુદા જુદા વિસ્તારોમાંથઈને મકતમપુર અને ત્યાર બાદ આજરોજ વાગરા તાલુકામાં આ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું હતું ત્યાર બાદ આ યાત્રાનુંચાચવેલ ગામમાં સમાપન થયુ હતું. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી, રાકેશભાઈ હિરપરા મેમ્બર,સંગઠન મંત્રી રામભાઈ ધડુક જિલ્લા પ્રમુખ જયરાજ સિંહ રાજ, વાગરા તાલુકા પ્રમુખ કરસન ભાઈ, ઉપ પ્રમુખ સૈયદ અહેમદ અલી તલાટી, વાગરા તાલુકા યુવા પ્રમુખ સૈફ અલી ભટ્ટી, આમોદ તાલુકા યુવા પ્રમુખ રંગુની જાકીર તેમજ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
