ભરૂચના સેગવા ગામની સીમમાંથી એક અવાવરુ કુવારીમાંથી પાંચ ફૂટ લાંબો અજગર રેસ્કયુ કરાયો. ભરૂચ તાલુકાના સેગવાગામની સીમમાં એક અવાવરૂ કુવારીમાંથી નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ, જયેશ કનોજીયા, અતુલ વસાવા,વિનોદ વસાવાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અજગરને રેસ્ક્યુ કર્યો હતો. સેગવા ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવારીમાં એક ખેડૂતને અજગર દેખાતા તેઓએ ગામના પુર્વ સરપંચ ગુલામભાઈને જાણ કરી હતી.
ગુલામભાઈએ વન વિભાગને જાણ કરતા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો મુબારક પટેલ તેમજ અન્ય ત્રણ સદસ્યોએ ખેતરમાં પહોંચી જઈ અજગર ના
રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી. આશરે પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામતજગ્યાએ મુક્ત કરી દેવાશે એમ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્ય જયેશ કનોજિયાએ જણાવ્યું હતું. અજગરને નિહાળવા ગ્રામજનો એકત્ર થયા હતા