ઉનાળાના વેકેશનમાં બાળકોની સુષુપ્ત શક્તિને નિખારવા માટે પાટણ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘદ્વારા તારીખ 10 મે થી તારીખ 19 મેં 10 દિવસ સુધી સવારે 8 થી 12 કલાકના સમયે શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે સમર વેકેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
વિલાજ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત સમર વેકેશન કેમ્પનો સોમવારના રોજ ચાણસ્માના ધારાસભ્યઅને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,રાષ્ટ્રીય સચિવ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના ભીખાભાઇ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, બ્રહ્માકુમારી નીતાદીદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો