ભરૂચ જિલ્લા પોલીસ હવે નગરજનો માટે નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ નાયક ખુબ પ્રચલિત થઇ હતી આ ફિલ્મમાં મુખ્ય પ્રધાન CM દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા હતા. આ બોક્સમાં ફરિયાદ , રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી.
ભરૂચ પોલીસ પણ હવે નાયક બનવા જઈ રહી છે જેણે શહેરના અલગ અલગ 5 સ્થળોએ સજેશન બોક્સ મુકાવ્યા છે આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે, સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઉભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વના દર્શન કરાવી રહ્યા છે સામાન્ય લોકો પોલીસની દૂર રહેવામાં જ ભલાઈ સમજતા હોય છે આ કારણોસર ઘણીવાર આસપાસના વિસ્તારમાં અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં લોકો આખો ફેરવી લેતા હોય છે પોલીસ સુધી હકીકત પહોંચાડી આમ આદમીએ પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસે વ્યવસ્થા તૈયાર કરી છે.
ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહીત 5 સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ , રજૂઆત અને સૂચનો મૂકી શકે છે પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે ભરૂચ એસ.પી ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે આ પ્રયોગથી લોકો નિર્ભય બની પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ અને રજૂઆત રજૂ કરી શકશે ગુનાઓ ઉપર નિયંત્રણ સાથે આ સૂચનો જન સુખાકારી માટે મદદરૂપ સાબિત થશે પ્રજાજનો પણ પોલીસની પહેલને આવકારી રહ્યા છે આ પ્રકારના બોક્સ અસામાજિક તત્વો સામે અસરકારક પુરવાર થશે…