લાખણી તાલુકાના આસોદર ગામે બુધવારે નોટ ફોર નોટાનો મોટી સંખ્યામાં ઉપયોગ કરવા માટે બેઠક યોજવામાં આવી હતી. જોકે, તેની મંજુરી લેવામાં આવી ન હોઇ પોલીસ અને અધિકારીઓ દોડી આવતાં બેઠકનો ફિયાસ્કો થવા પામ્યો હતો. લાખણી તાલુકાના ઓસોદર ગામે થરાદ વિધાનસભાની પેટાચૂંટણી ચૂંટણીને લઈને બીજેપી ઉમેદવારની પસંદગીમાં નારાજગી હોય શંકરભાઈ ચૌધરીના સમર્થકોએ મતદારોને વોટફોર નોટાનો ઉપયોગ કરવા માટે મિટિંગ આ આયોજન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૨૦૦ થી 300 જેટલા યુવાનો આજુબાજુના ગામોમાંથી આવ્યા હતા. જોકે, આ મિટિંગમાં પહેલેથી કોઈ આયોજન કરવામાં આવ્યું હતું નહીં. જેથી મીટીંગનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચૂંટણી પંચ પણ આસોદર ગામે દોડી આવ્યુ હતુ. પોલીસ પણ મીટીંગ ના સ્થળે પહોંચી જતાં ફિયાસ્કો થવા પામ્યો હતો. ત્યારે થરાદની પેટા ચૂંટણીમાં શંકરભાઇ ચૌધરીને ભાજપમાંથી ટિકીટ ન મળતાં તેમને ટેકેદારોમાં નારાજગી જોવા મળી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -