હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ યથાવત હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેને લઇને બનાસકાંઠા, દાહોદ, પાટણમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે ઉપરવાસમાં વરસાદના પગલે બનાસ નદીમાં પાણી આવ્યુ છે. બનાસ નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થયો છે. બનાસકાંઠામાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો થરાદમાં મુખ્ય બજારોમાં પણ પાણી પાણી થઈ ગયું છે. જ્યારે અરવલ્લીમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. જેના કારણે વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -