ડીસા તાલુકાના ભીલડી જન સુવિધા કેન્દ્ર લોકોની સેવા કરવા માટે હર હંમેશ આગળ જ હોય છે સીએસસી પર સરકારી તેમજ બિન સરકારી સેવા ઓ આપવામાં આવતી હોયછે કોરોનાની મહામારી માં પણ સીએસસી હર હંમેશા લોકોની મદદ માટે જ હોય છે હવેથી કોરોના રસી નું રજીસ્ટ્રેશન પણ(csc) કોમન સર્વિસ સેન્ટર દ્વારા કરવામાં આવશે 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિના રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જ રસીકરણ કરવામાં આવશે જેથી રસીકરણ કેન્દ્ર પર ભીડ ના થાય તે માટે સરકાર દ્વારા સીએસસી કેન્દ્ર પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સુવિધા આપવામાં આવી છે સીએસસી ઈ-ગવર્નન્સ બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક મેનેજર સંજયભાઈ પ્રજાપતિ ,વિનોદભાઈ રાણાવશિયા ના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના દરેક સી.એસ.સી સેન્ટર પરથી વેક્સિન રજિસ્ટ્રેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે
દરેક vle ને રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન ટ્રેનિંગ પણ આપવામાં આવી છે હાલ રજીસ્ટ્રેશન કરવા માટે લોકોએ પોતાનું આધારકાર્ડ તેમજ મોબાઈલ સાથે રાખવાની સુચના આપવામાં આવી છે રજીસ્ટ્રેશન બાદ અરજદારના મોબાઇલમાં એસએમએસ દ્વારા રસી લેવાની તારીખ અને સમય જણાવવામાં આવશે ત્યારબાદ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માં જઈ રસીકરણ કરાવી શકશે રસીકરણનો પ્રથમ ડોઝ આપ્યા પછી 28 દિવસ પછી બીજા ડોઝ નું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સીએસસી બનાસકાંઠા ડિસ્ટ્રિક મેનેજર ની ટીમ દ્વારા સતત vle ના કોન્ટેક્ટ માં રહી વધારેમાં વધારે રજીસ્ટ્રેશન થાય તેમજ નિયત સમયે રસીકરણ થાય તેમજ કોઈ વ્યક્તિ રજિસ્ટ્રેશન કર્યા વગર રહી ના જાય તે માટે લોકોને જાગૃત કરવા માટે પણ જણાવ્યું હતું કોરોના હારશે દેશ જીતશે….