બનાસકાંઠા જિલ્લામાં આશરે બે લાખથી વધુ લોકોને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો અંદાજ છે. અંબાજી પાસે આવેલ કુંભારિયા ગામની આગણંવાડી કેન્દ્ર ખાતે 9 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળામાં કોરોના વાયરસ રોગ સામે રક્ષણ આપતી રસીનું વિનામૂલ્યે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 45 – 60 વર્ષના લાંબા ગાળાની ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હદય કે કિડનીની જેવી ગંભીર બીમારી ધરાવતા લોકોને પહેલાં તબક્કાનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.
દાંતા તાલુકાના કુંભારિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં કોવિડ-19 ની રસીનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં તબક્કામાં કુંભારિયા વિસ્તારના લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. નુતનબેન એસ પંડ્યા (FHW) ભાવેશભાઈ પરમાર, (NPHW) અરૂણાબેન પૂજારા (CHO) આંગણવાડી કેન્દ્રની બહેનો હાજર રહી હતી