બનાસકાંઠા જીલ્લાના પાલનપુર મહેસાણા સિક્સ લેન્થની કામગીરી છેલ્લા એક વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે જેને લઇને અનેક વાર અકસ્માતો સર્જાયા છે. તો ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે તેમ છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટરના પેટનું મીનરલ પાણી પણ હલતું નથી ત્યારે વડગામ તાલુકાના વેપારી મથક ગણાતા છાપી નજીક રોડની માત્રા બે ફૂટ જેટલી ઊંચી વધારી દેતા અવરજવર કરતાં વાહનચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. તેમ છતાં કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહનચાલકો પોતાનું પેટ્રોલ ડીઝલ બાળી રહ્યા છે. તેમ છતાં આવા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
આમ તો નીયમોનુસાર હાઈવેની કામગીરીમાં 500 મીટર પહેલા રીફલેક્ટર લગાવવામાં આવતા હોય છે અને હાઇવે પર ટ્રાફિક ના થાય તે માટે પહેલાથી જ ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે.પરંતુ છાપી નજીક કોઈ જાતના રિફલેક્ટર કે ડાયવર્ઝન ના પાડતા ટ્રાફિક જામ થતું હોય છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ જાતના નવી ડાયવર્ઝન રિફલેક્ટર પણ લગાવવામાં આવ્યા નથી.સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે હાઇવે બનવવામાં આવી રહ્યો છે તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા કેમ પોતાના ખિસ્સા ભરવામાં ઊંચા આવતા નથી.એક બાજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે હાઇવે નજીક બનાવામાં આવેલ નાળા રજોસણા પાટિયા નજીક છોડવામાં આવતા પાણી ક્યાં જશે એ મોટો સવાલ છે.જેને લઈને વરસાદનું પાણી ભરાઈ જાય તો નાના વેપારીઓને માથે આભ ફાટે તેમ છે.તો તંત્ર સજાગ બની તાત્કાલિક આવા ભ્રષ્ટ કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલાં ભરે તેવી વેપારીઓ ની માંગ ઉઠવા પામી છે.