દિયોદરના મુખ્ય બજારમાં આવેલી એક સાથે સાતથી વધુ દુકાનોમાં મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઇ સર સામાન અને રોકડ રકમની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. જ્યારે સવારે વેપારીઓને ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જેથી ચોરીની જાણ વેપારીઓ દ્વારા દિયોદર પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જ્યારે દુકાનોમાં ચોરી થતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ દિયોદરમાં આવેલી મુખ્ય બજારમાં એક સાથે સાતથી વધુ દુકાનોમાં મોડી રાત્રે વરસાદના માહોલનો લાભ લઇ અજાણ્યા તસ્કરો સર સામાન અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા છે.
જેમાં અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના ડી.વી.આર. કાઢીને પણ લઇ ગયા છે. જ્યારે સવારે વેપારીઓએ દુકાને આવ્યા ત્યારે કોઇક દુકાનોને તાળાં તૂટ્યા જણાયા હતા. ત્યારે કોઇક જૂની દુકાનોને પતરાંને બકારૂ પાડી અંદર પ્રવેશી ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે સાતથી વધુ દુકાનોમાં ચોરી થતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વરસાદી માહોલમાં ચોર બેફામ બન્યા છે. ત્યારે વારંવાર દુકાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ફરીવાર એકવાર ચોર ટોળકી સક્રીય બની