ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની સાધારણ સભા ભારે હંગામા વચ્ચે પૂર્ણ થઈ હતી. સભા શરૂ થાય તે પહેલા જ બેઠક વ્યવસ્થા ને લઇ આમ આદમી પાર્ટીના સદસ્ય ચાલુ સભામાં નીચે બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે પ્રમુખ દ્વારા કમિટીઓની જાહેરાત કરતા પણ વિપક્ષના સભ્યોએ ભારે હંગામો મચાવતા જ પાલિકાના પ્રમુખ સભા પૂર્ણ થઇ ગઇ હોવાનું કહીને ચાલતા થયા હતા. આમ તો સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યાઓ, તકલીફો ના સમાધાન માટે નગરસેવકોને ચૂંટીને નગરપાલિકામાં મોકલતા હોય છે. પરંતુ આ નગરસેવકો પોતાના ઈગો અને સત્તા મેળવવા માટે નથી તો કોઈનું સાંભળતા અને નથી કોઈને બોલવા દેતા જેનો તાજો દાખલો આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં જોવા મળ્યો હતો.
ડીસા નગરપાલિકા ખાતે આજે સાધારણ સભા શરૂ થાય તે પૂર્વે જ વિપક્ષના સદસ્યોએ બેઠક વ્યવસ્થા ને લઈને હોબાળો મચાવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે તો ચાલુ સભામા જ નીચે બેસી જઈ પ્રમુખ સામે વિરોધ દર્શાવ્યો હતો. જેના કારણે વિપક્ષ અને ભાજપના સદસ્યો સામસામે આવી જતા સભા 20 મિનિટ મોડી શરુ થઈ હતી. ત્યારબાદ નગર પાલિકાના પ્રમુખે ચીફ ઓફિસર ને કમિટીઓની જાહેરાત કરવા જણાવતા વિપક્ષ ના સદસ્ય તેનો વિરોધ કર્યો હતો.અને એજન્ડામાં લીધા સિવાય સીધી જ કમિટીઓની નિમણૂક કરી દેતા અને પ્રમુખે જાહેરાત કરવાના બદલે તેઓ કતપુટળી બની બેસી રહેતા વિપક્ષ ના સદસ્યો ગીનનાયા હતા અને તે સમયે કોંગ્રેસ સદસ્ય ડોક્ટર ભાવિ શાહ , વિજય દવે અને રમેશ રાણા સહિત સદસ્યોએ ભારે વિરોધ દર્શાવતા વિપક્ષ અને ભાજપના સભ્યો સામે આવી જતા સભાખંડમાં ધાંધલ ધમાલ જેવું વાતાવરણ સર્જાયું હતું અને તે સમયે જ પાલિકા પ્રમુખ સભા પૂર્ણ થઇ ગઇ હોવાનું જણાવ્યું ચાલતા થયા હતા