કોરોના કાળમાં દિયોદર ના આદર્શ હાઈસ્કૂલ કેમ્પસ સ્થિત કોવીડ સુવિધા કેર સેન્ટર મા કોવીડ દર્દીઓની તબિયત સુધારા પર આવતા દર્દીઓને કોરોના જંગ જીત્યાનો અહેસાસ જોવા મળ્યો. તો પાંચ દર્દીઓ ને ફૂલો થી સ્વાગત કરી ઘર તરફ વિદાય આપી.બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આદર્શ હાઈસ્કૂલના કેમ્પસમાં જન સુવિધા કોવીડ કેર સેન્ટરમા ૫૦ ઉપરના ગંભીર દર્દીઓ હવે ધીરે ધીરે સજા થઈ ઘર વાપસી જઇ રહ્યા છે. ત્યારે આદર્શ હાઈસ્કૂલ ખાતે જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે ડૉક્ટરો,
અને ટીમ સાથે જન સુવિધા સેન્ટર ના દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલ ભાઈ માળી, વકીલ બીકે જોશી તેમજ કોવીડ કેરના સેવાભાવી કાર્યકરો દ્વારા કોરોના દર્દીઓ પંચાલ રમાભાઈ કાનજીભાઈ, પટેલ ખેમીબેન નાગજીભાઈ, ઉમાજી કલાજી માળી, લુહાર ભીખી બેન, ભીખી બેન આયદાનભાઈ ઉમર જેઓની સારવાર દરમિયાન આરોગ્ય સુધારો થતાં ડિસ્ચાર્જ કરવામાં આવતા કોરોના જંગ જીત્યા હોવાના આનંદ સાથે ફૂલો થી સ્વાગત કરી ઘર વાપસી થયા હતા..મહત્વનું છે કે કોરોના કપરા સમયએ દિયોદર પંથકમાં લોકો ઓક્સીજન વગર તડપતા હતા ત્યારે જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખુલ્લું મુકાયું અને ૫૫થી વધારે કોરોના ગંભીર દર્દીઓને સારવાર નીશુલ્ક સેવાઓ અને દવાઓ ની સારવાર આપી લોકોના સ્વાસ્થ્ય માટે સારી કામગીરી બદલ દર્દીઓ કોવીડ સેન્ટર અને સેવાભાવી સંસ્થા કાર્યકરો, ડૉક્ટરો નો દિલથી આશીર્વાદ આપે છે.. ત્યારે દિયોદર ડૉક્ટરો અમદાવાદ મા પોતાના કલીનિક સેન્ટરો બંધ કરી વતનને વ્હારે આવી નીશુલ્ક ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે..