બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં અને ભાભર પંથકમાં વરસાદના છુટા છવાયા ઝાપટા હતા. તેમજ બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યા છે. ભારે વરસાદની આગાહીના પગલે વરસાદીથી જાનમાલ કે મિલકત ને નુકસાન થાય તો તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા માટે તમામ અધિકારીઓને આદેશ કર્યા છે.
તો ભાભરમા પણ જાણે ગર્મીના સમયનો અંત આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું. ભાભરમા વરસાદી વાતાવરણ બનતા વરસાદનું આગમન થયું હતું અને ભાભરમાં પાવન સાથે જોરદાર વરસાદને પગલે ભાભરના આજુ બાજુના ગામોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો તો બીજી બાજુ વરસાદ પડતાંની સાથે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.