બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વિદ્યાર્થીઓને શાળા કોલેજ આવવા જવા માટે બસની સુવિધા પૂરતી ન મળવાથી અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ ન આવતા આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓ ડીસા મામલતદાર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોરોનાવાયરસ ની મહામારી બાદ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે. બે વર્ષના લાંબા સમય ગાળા બાદ શાળા કોલેજો શરૂ થતા હાલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડીસા સહિત અનેક તાલુકાઓમાં જઈ રહ્યા છે પરંતુ કોરોનાવાયરસ ની મહામારી બાદ હજુ સુધી અનેક વિસ્તારોમાં બસ ની સુવિધા ન મળતાં વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે
વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતાં વિદ્યાર્થીઓએ બસો સમયસર ચાલુ કરવા માટે અનેકવાર રજૂઆતો કરી છે.તેમ છતાં પણ હજુ સુધી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં બસ ની સુવિધા ન મળતાં આજે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો.ડીસાના લુણપુર સદરપુર વિસ્તારમાં અનેક શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ડીસા ખાતે અભ્યાસ કરવા આવે છે.તેમજ હાલમાં કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ ને બસ ની સુવિધા ન મળવાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે આજે આખરે કંટાળેલા વિદ્યાર્થીઓ એ હંગામો મચાવ્યો હતો.તે બાદ ડીસા મામલતદાર કચેરી એ રજુઆત કરવા પોહચ્યા હતા…