બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે નવરાત્રી સુધી વરસાદ વરસતા દાંતીવાડા પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉભો પાક પાકી જતા ઉગવા લાગ્યો છે. દાંતીવાડા તાલુકામાં કુલ વાવેતર 23985 હેકટર જેટલું થયેલું છે. જ્યારે મુખ્ય પાક બાજરીનું 7750 હેકટર, મગફળીનું 9120 હેકટર તેમજ મગ, અડદ, તલ, દિવેલા, કપાસ, વરિયાળી, ગુવાર, શાકભાજી જેવા પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ હોવાથી હાલમાં મુખ્ય પાકો બાજરી સહિત મગફળીના પાકો પાકી ગયા છે. તો બીજી બાજુ વરસાદ બંધ થવાનું નામ ન લેતા બાજરી તેમજ મગફળીના પાકો જમીનમાં ઉગવા લાગ્યા છે. જેના લીધે જગતનાં તાત ઉપર આફતના વાદળો આકાશમાં છવાઈ ગયા છે. અમુક ખેડૂતોએ તો બાજરીના પાકને કાપણી કરી પણ દીધી છે. ત્યારે એ પાક હાલ ખેતરમાં પાણીમાં તરી રહ્યો છે. ત્યારે દાંતીવાડા પંથકના ખેડૂતોની માંગ છે. સરકાર દ્વારા ગામે ગામ જઈ ગ્રામસેવકો દ્વારા સર્વે કરાવવામાં આવે તો ખેડૂતોના નુકશાન સામે વળતર મળે તો રાહત થાય એવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -